Visit Katkoi Villege



સુરતનું માનવ કલરવ ગ્રુપ હવે ધીમે પણ મક્કમ પગલે પોતાનો ફેલાવો વધારી રહ્યું છે.

કટકોઈ એ ભારતનાં ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલું નાના કદનું ગામ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા મુજબ, કટકોઈની વસતી ૯૧૧ લોકો ની હતી. જેમાં ૪૬૨ પુરુષો અને ૪૪૯ સ્ત્રીઓ હતી. આજે સન ૨૦૨૬ માં – 15 વર્ષ પછી એમાં જા જો ફેર પડ્યો નથી. આજે પણ ઘરોની સંખ્યા ૨૦૦ પરિવારો આવી જાય એટલી જ છે.  જાતિ પ્રમાણ જોઈએ તો દર ૧,૦૦૦ પુરુષોએ ૯૭૨ સ્ત્રીઓ છે જે ગુજરાત રાજ્યની ૯૧૯ની સરેરાશ કરતાં વધુ કહેવાય. છતાં સાક્ષરતા દર પર્ભાવિત કરે એવો છે. તે ૭૮.૩૬% છે. જેમાં પુરુષો ૯૦.૩૮% અને સ્ત્રીઓ માટે ૬૫.૯૨% છે.

પરંતુ આજે આ આંકડાકીય માહિતીમાં નથી પડવું. એ તો ફક્ત પ્રસ્તાવના કહેવાય. મૂળ વાત બીજી છે.

સુરતમાં માનવ કલરવ ગ્રુપ છે. તેમાં ઘણા લોકો જોડાયા છે. તેનું સંચાલન સુરતના જાણીતા ડોક્ટર શ્રી વિનોદભાઈ શાહ , ડો નિતિન ગર્ગ , ડો જગદીશ જરીવાલા , ડો પ્રશાંત દેસાઈ, ડો દિપક પટેલ, ડો દિપતી પટેલ, ડો દિપક તોરાવાલા , ડો હિતેનદર મોદી , શ્રી યોગેશ પારેખ, ડે જયેન્દ્રભાઈ, ડો મિતાલી ગર્ગ વગેરે કરે છે. ઉપરાંત અન્ય જાણીતા સભ્યો ડો મુકુલ ચોક્સી અને ડો દક્ષેશ ઠાકર માનદ સભ્યો છે .

તેઓ સમાજસેવા નું એટલું બધું કામ કરે છે કે કોઈ પણ તારીફ કર્યા વગર રહે નહી. તેમાં ઓક્ટોબર ૨૦૨૬ ના પ્રથમ અઠવાડિયામાં તા ૮/૧૦/૨૬ ના ગુરુવારે સંસ્થાના ડો. વિનોદ શાહ, ડો યોગેશ દેસાઈ, યોગેશ પારેખ, મહેન્દ્ર પરમારે તેઓએ એકદમ અંતરિયાળ ગામની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં એક રોટી મેકર તો આપવાનુ નક્કી કર્યું છે  પણ તે શ્રી ગુરૂ દત્તાત્રેય આશ્રમ શાળા ની મુલાકાત લઈ સર્વેક્ષણ ય કરી આવ્યાં કે આ ગામની શાળામાં શું ખૂટે છે.અને શું મદદ કરી શકાય

ડો. વિનોદભાઈ કહે છે, “આજે કટકોઈ-તિલકવાડા સ્થિત 'શ્રી ગુરુ દત્તાત્રેય આશ્રમ શાળા'ની મુલાકાત લીધી. આ એક નિવાસી શાળા છે. જેમાં બાળકો અને બાળકીઓ મળીને લગભગ ૧૪૦ વિદ્યાર્થીઓ અને ૪ શિક્ષકો છે. અમે વર્ગખંડો, રહેવાના રૂમ, સામાન રાખવાની જગ્યા (લોબી), ભોજનાલય અને રસોડા માટે શેડ તથા છાત્રાલયની બાળકીઓના વિભાગ પર છત બનાવવા માટેની સંભવિત જગ્યાનું નિરીક્ષણ કર્યું. ડાઈનિંગ હોલ (ભોજન ખંડ) શ્રી મોટાના આશ્રમ દ્વારા બનાવવામાં આવ્યો છે. પરંતુ તેમાં હાલનું રસોડું બહુ જ ખરાબ હાલતમાં છે. તેને વ્યવસ્થિત બનાવવાની યોજના છે. ભોજનાલય ની બાજુમાં ખુલ્લી જગ્યા ઉપલબ્ધ છે. અહીં ૨૫ X ૩૦ નો શેડ બનાવી શકાય તેમ છે. એવી ખુલ્લી જગ્યા બહુ છે. ત્યાં શેડ બનાવવાની ઈચ્છા છે,  જે અંગેનો નિર્ણય અમારી ટીમના સભ્યો અને આર્કિટેક્ટ દ્વારા લેવામાં આવશે. પરંતુ ભોજનાલયની બાજુની જગ્યાને પ્રાથમિકતા આપવામાં આવશે. જેથી બારેમાસ ને ખાસ તો ચોમાસામાં રાંધેલું ભોજન લાવવામાં સરળતા રહે .”

ડો. વિનોદભાઈ શાહ ઉમેરે છે, “જો કે વધુ એક જરૂરિયાત એ છે કે છાત્રાલયની બાળકીઓના વિભાગમાં ક્ષતિગ્રસ્ત છતનું સમારકામ કરાવવું. એ છત ૧૦૦ x ૧૨ ફૂટની છે. ત્યાં ફાઈબરના છાપરા મૂકી છત બદલવી શકાય જે જરૂર પણ છે. જેથી પાણીના લીકેજ અને અન્ય સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે. વળી તેમા સરકાર પ્રમાણે ૩ રસોઈઆ માન્ય કર્યા છે પણ ૨ નિવૃત થઈ ગયા છે એટલે સવારની ભોજન માં જ્યાં લગભગ ૭૦૦-૮૦૦ રોટલી ની જરૂર પડે છે ત્યાં શિક્ષકો ને બાળકો રોટલી વણવા બેસી જાય છે. એટલે ૧ કલાક મા ૫૦૦-૬૦૦ રોટલી તૈયાર થાય તેવું ગેસ આધારિત રોટી મેકર મશીન ડોનેશનમાં માનવ કલરવ ના દાતાઓના સહયોગથી આપવામાં આવશે.

આમ સુરતનું માનવ કલરવ ગ્રુપ હવે ધીમે પણ મક્કમ પગલે પોતાનો ફેલાવો વધારી રહ્યું છે.

-- ઐલેશ શુકલ – સુરત - 9998753239