unique incidents of Film Khamoshi 1970



એક ખુબસુરત ભૂલ વહીદા રહેમાનના ખુબસુરત ચહેરા પાછળ છુપાઈ ગઈ - Story by Ramesh Badheka, Ahmedabad

થોડા સમય પહેલાના અંકમાં આપણે ૧૯૫૫ ની એક ફિલ્મ વિષે વાંચી ગયા. આજે એવી જ એક મુશ્કેલીને વહીદા રહેમાને કેવી ખુબીથી ઉકેલી તે જોઈએ.

૧૯૭૦ માં રિલીઝ થયેલી ફિલ્મ 'ખામોશી'  જેનુ નિર્માણ વિખ્યાત ગાયક, સંગીતકાર, નિર્માતા હેમંતકુમારે ગીતાંજલિ પિક્ચર ના નેજા હેઠળ નિર્દેશક આસિતસેન પાસે કરાવેલી આ ફિલ્મમાં વહિદા રહેમાન, રાજેશ ખન્ના અને બેકગ્રાઉન્ડમાં ધર્મેન્દ્ર જેવા મંજાયેલા કલાકાર હતા. તેના વિખ્યાત ગીતોમાનું એક "વો શામ કુછ અજીબ થી" ના ફિલ્મમાંકન વખતનો એક મજેદાર કિસ્સો આપ સમક્ષ રજુ કરૂ છુ.

આ ગીત ના વિડીયો માં ૩.૧૭ મીનીટે આવતી લાઇન રાજેશ ખન્ના ૧૧ (અગિયાર) રીટેક પછી પણ યાદ રાખી નથી શકતા. જે ને કારણે લીપસીન્ગ બરાબર થઇ શકયુ નહિ. આ વખતે સિનિયર કલાકાર વહિદાજી મદદે આવ્યા. તેમના સુઝાવ મુજબ રાજેશ ખન્નાએ આ કડી ગાતી વખતે પોતાનું માથું વહિદાજી ની પિઠ પર મુકી દેવાનું કહ્યું. એ કડી હતી "ખિલી હુઇ હંસી ભી હૈ, દબી હુઇ થી ચાહ મે" જે રાજેશ ખન્નાને યાદ નહી રહેતી હતી.

વહીદા રહેમાનનાં કહેવા પ્રમાણે કરવાથી એ આખી કડી તેમના ખુબસુરત ચહેરા પાછળ ગવાઈ ગઈ. તેથી એ ગીતની કડી અને હોઠ ફફડાવીને તે શબ્દો સાથે તાલમેળ બેસાડવાની સમસ્યા જ નીકળી ગઈ. આ બનાવ ભાગ્યે જ કોઈ ની નજરમાં આવ્યો હશે.  આમ એક ખૂબસૂરત ભુલ ખુબસુરતી પાછળ છુપાઇ ગઇ. 

You can enjoy this song on YouTube by clicking below link ::

Sure watch 3 – 15  to  3 – 30

https://www.youtube.com/watch?v=MDXFi3avqo0