નિહાયા: ફ્લિ - ધી ફિયેસ્ટા કે પછી ફ્લોપ - ધી ફિયાસ્કો



Nihaya Flea Fiesta Fiasco

તારીખ 27 28 29 ઓક્ટોબર 2023 ના રોજ લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમના ગ્રાઉન્ડ ઉપર એક ફ્લિ નું આયોજન કરવામાં આવ્યું હતું. સૂત્રો મુજબ તેમાં ભાગ લીધેલા સ્ટોલ ઓનર્સ જેમ ચાતક વરસાદની રાહ જુએ છે તેમ તેઓ મુલાકાતીઓની રાહ જોતા મળ્યા હતા.

પહેલા દિવસે તારીખ 27 ઓક્ટોબરે, કોઈ ખાસ પબ્લિક ફરક્યું નહિ, 28 મી તારીખે ગ્રહણ હતું એટલે કોઈ બહાર નીકળ્યું નહિ અને 29મી તારીખે ક્રિકેટ મેચ હોવાને કારણે કોઈ દેખાયું નહિ.

સ્ટોલ ઓનર્સની એ પણ ફરિયાદ હતી કે એન્ટ્રી ફી ખુબ મોંઘી રાખવામાં આવી હતી. પહેલા દિવસે 100 રૂપિયા ચાર્જ કર્યા હતા (ઉપર લખ્યું એ મુજબ કોઈ ફરક્યું નહિ છતાં કહેવાતા બુદ્ધિજીવી આયાજકોએ) અને બીજે દિવસે સીધા ડબલ કરી દેવામાં આવ્યા હતા. બુદ્ધિજીવી આયાજકોને પબ્લિક રિસ્પોન્સ નહિ મળતા બ્રહ્નજ્ઞાન મળતા રવિવારે પાછા 100 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા.

રવિવારે, એટલે કે છેલ્લે દિવસે તો કેટલાક ફૂડ સ્ટોલ ખુલ્યા પણ નહિ કેમ કે એમની ગણતરી બીજે કશેથી જે આ પૈસા ધોવાયા તે રિકવર કરવાની હશે તેવું જણાયું.

સ્ટોલ ઓનર્સ વાત કરતા જણાયા હતા કે બુદ્ધિજીવી આયાજકોએ લોકો સુધી પહોંચવાની કોઈ પણ પ્રકારની તૈયારી (કદાચ જાણી જોઈને) નહિ કરી. કોઈ પણ જગ્યાએ નહિ તો કોઈ બેનર જોવા મળ્યા કે નહિ કોઈ એડવર્ટાઇઝમેન્ટ જોવા મળી. તો બુદ્ધિજીવી આયાજકોએ એન્ટ્રી ફી અને સ્ટોલ ફી ના બધા જ રૂપિયા નફા ખાતે મૂકી દીધા કે કેમ તેવા સવાલો થઇ રહ્યા છે.

વધારામાં જાણવા મળ્યું કે સાહિલ ઇવેન્ટ કંપની દ્વારા ફિમેલ સ્ટોલ મેનેજર્સ અમુક સ્ટોલ ઉપર ઉભી કરવામાં આવી તે પણ કંપ્યૂટરથી શણગારેલા (ફિલ્ટર કરેલા) ફોટો બતાવીને સ્ટોલ ઓનર્સ પાસેથી રૂપિયા ઉસેટી ગઈ.

કહેવાય છે, આ ફ્લિનો કોન્સેપટ ગોવામાં શરૂ થયો હતો અને પછી મોટી મેટ્રો સીટીમાં થતો થયો જ્યાં મેનેજમેન્ટ ખુબ જ સરસ હોય છે, એન્ટ્રી મફત હોય છે અથવા પરવડે તેવી હોય છે.

સ્ટોલ ઓનર્સની નારાજગી પરથી લાગી રહ્યું છે કે નિહાયા ફ્લિ એ આગળ પાછળનું વિચાર્યા વગર આ આયોજન ઉભું કરી દીધું હોય. બુદ્ધિજીવી આયાજક યેષા કોન્ટ્રાકટર ગ્રાઉન્ડ પર ટેંશનમાં ફરતા જોવા મળ્યા હતા. એમની ટીમનો સપોર્ટ પણ લગભગ શૂન્ય જ હતો, જયારે ફ્લિ પત્યું ત્યારે ટીમ ગાયબ જેવી થઇ ગઈ હતી એટલે સ્ટોલ ઓનર્સ માટે જે ફ્લિ બાદ જે કોઈ બંદોબસ્ત કરવાના હોય તે પણ થયા ન હતા.

આશા રાખીએ કે સુરતમાં થતી દરેક ઇવેન્ટસ, બીજા શહેરોની જેમ બધું વિચારીને ઓર્ગનાઈઝ કરવામાં આવે અને લોકોના પૈસાની કદર કરવામાં આવે એવી આ બુદ્ધિજીવી આયોજકોને નમ્ર વિનંતી.