When I meet Pramukh Swami [Gujarati]



When I meet Pramukh Swami [Gujarati]

તમે તો અમારા પ્રમુખ સ્વામીને લૂટી લીધા !

When I meet Puj. Pramukh Swami Maharaj

This is an article of my experience when I meet Puj. Pramukh Swami Maharaj . I have invited in 2004 at Swaminarayan temple located at Sankri, Kadod,Surat . This is an article of my experience when I meet Puj Shree Pramukh Swami Maharaj. I have invited in 2004 at Swaminarayan temple located at Sankri Kadod.


સને 2004 માં મને સાંકરી ( કડોદ, સુરત ) સ્વામિનારાયણ મંદિર ના એક પ્રસંગ માં આમંત્રણ હતું. મારો દીકરો જ્યોલીન શુક્લ સ્વામિનારાયણ હોસ્ટેલ , ધુલે માં રહીને ભણ્યો હતો. BAPS સાથે પહેલેથી જ બહુ  લાગણી થી જોડાયેલો હતો. મારા દાદીના સમય થી ...... સાંકરી ગયા તેના થોડા મહિના પહેલા જ મેં સ્વામિનારાયણ ની તમામ હોસ્ટેલો માં આપણા ઘર કરતા પણ સારું રહેવા-જમવાનું અને તે પણ વ્યાજબી Rate થી મળે છે તેનો સમાચારપત્ર ના અર્ધા પાના જેટલો લેખ લખેલો.

અન્ય સંતો એ પ્રમુખ સ્વામી ને વાત કરી તો તેમણે કોઈની પાસે વંચાવી ને ધ્યાન પૂર્વક શું શું લખ્યું છે તે વિગતે જાણ્યું અને રાજીપો વ્યક્ત કર્યો. સાંકરી માં તેઓ પણ પધારેલા હતા. ધુલે ના મુખ્ય સ્વામિ શ્રી આનંદજીવન સ્વામિજી એ પ્રમુખ સ્વામીના મને દર્શન કરાવ્યા અને પેલા લેખના લેખક તરીકે ઓળખાણ આપી. પ્રમુખ સ્વામિ ના ચહેરા પરનો આનંદ એકદમ બેવડાઈ ગયો. તેમણે મને પીઠમાં ધબ્બો મારવાનું શરૂ કર્યું અને મારી સાથે ગોષ્ઠી કરવા માંડ્યા. ક્યાય સુધી ધબ્બાં માર્યા કર્યા ને બધું પૂછતાં રહ્યા. ( મને એમ કે શાબાશી આપતા હશે )

વાત પૂરી થતા તેઓ બીજા ભક્તો ને મળવા આગળ નીકળ્યા પણ મારી આજુબાજુ હાજર અન્ય સંતો અને ભક્તો મને મો વકાશી ને જોયા કરે ! મેં પૂછ્યું, ‘ શું થયું ?’ તેમાંથી કોઈ સંત બોલ્યું, ‘તમે તો અમારા પ્રમુખ સ્વામિ ને લૂટી લીધા ! આટલા ધબ્બા તો સ્વામિજી એ અમને નથી આપ્યા !’

ત્યારે મને પ્રમુખ સ્વામિજી ના અમુલ્ય એવા પ્રસાદ સમા ધબ્બા ના મહત્વની ખબર પડી.

એક વિરાટ, મહામાનવ અને સંત શિરોમણી એવા પ્રમુખ સ્વામિ ના ધબ્બા નો અનુભવ થયા બાદ આટલા વિશાળ આશીર્વાદ મળ્યા નો આનંદ લેતો હતો ત્યાં તેજ દિવસે સત્સંગ ભવન માં પ્રમુખ સ્વામિ ના મુખે થી બીજો કિસ્સો સાંભળી તેમને શાષ્ટાંગ દંડવત પ્રણામ ........

પ્રમુખ સ્વામિ જ્યારે સાંકરી પધારી રહ્યા હતા ત્યારે એક ઘટના ને યાદ કરી જાહેર માં તેમણે વેદનાસભર અવાજમાં ક્ષમાયાચના કરતા કહ્યું કે, “ અમે બાય રોડ જ્યારે સાંકરી આવતા હતા ત્યારે કારમાં હું વાંચવામાં તલ્લીન હતો ત્યારે લીંગડ ગામ બહાર ઘણા બધા ભક્તો મારા દર્શન માટે ઉભા હતા પણ અમે ઉભા રહ્યા નહિ અને આગળ નીકળી ગયા. મને પછી ખબર પડી એટલે મને વિચાર આવ્યો કે તે લોકો કેટલા નિરાશ થયા હશે અને કેટલુ ખોટું લાગ્યું હશે. તેથી હું એ ભક્તોની જાહેરમાં માફી માંગુ છું અને એક પત્ર દ્વારા પણ લેખિતમાં માફી માંગુ છું તે પત્ર તેમને પહોચાડજો.”

આવા મહાન સંત જ્યારે આ દુનિયા માંથી વિદાય લે ત્યારે કોને દુઃખ ના થાય ?