નદીમાં આવેલાં પૂરના અસરગ્રસ્તોની મદદે સુરતીઓ તરત જ દોડી જાય છે



નદીમાં આવેલાં પૂરના અસરગ્રસ્તોની મદદે સુરતીઓ

કોઈપણ નદીમાં પૂર આવે તો તેનાં અસરગ્રસ્તોની મદદે સુરતના લોકો જીવન જરૂરીયાતની વસ્તુઓ લઈને તેઓને આપવાં પહોચી જાય છે. તેનું કારણ ઘાયલની પીડા ઘાયલ જાણે ! સુરતે 7 ઓગસ્ટ 2006 માં પાંચ દિવસ તાપીમાં આવેલાં પૂરની પીડા, તકલીફ જોઈ છે. એંસી ટકા સુરત પાણીમાં હતું. મોટાભાગના સુરતીઓએ તે સહન કર્યું. પછી તેઓ સમજે કે પૂરની પાયમાલીને કારણે કેવી દશા થાય છે.

હમણાં જ ડાંગ જીલ્લાના કાલીબેલ વિસ્તારમાં થઈને વહેતી પૂર્ણા નદીમાં ભયંકર પૂર આવ્યાં. તેણે પાતરી, ગોદડીયા, પાંઢરમાળ વગેરે ગામોને પારાવાર નુકશાન કર્યું. પૂરમાં લોકો ના ઘરવખરી, ખેતરો, ઘર બધું જ તણાઈ ગયું હતું. સુરતના જીગીષા ચોકસી, મયુરભાઈ પચ્ચીગર, ડૉ. ફાલ્ગુનીબહેન શાહ અને અન્ય મિત્રો alert થઈ ગયા. ટહેલ નાખવામાં આવી. લોકોએ પણ તન, મન અને ધનથી સહકાર આપ્યો. આ ટીમ પર વિશ્વાસ અને પ્રેમને કારણે કાલીબેલની આસપાસ ના 3 ગામોમાં મળીને 189 ઘરો અસરગ્રસ્ત હતાં. જેઓ એકદમ ગરીબ, લાચાર હતાં. તે તરફના આ ટીમના મિત્ર પ્રતિક્ભાઈએ સર્વે કરી આ Data મોકલી કેટલાં સામાનની જરૂર રહેશે તે માટે જાણ કરી દીધી. સૌએ સાથે મળીને પુરા ત્રણ (3) દિવસ સેવાર્થે  àª«àª¾àª³àªµà«€ દીધા.

પહેલાં દિવસે બધું ભેગું કર્યું. બીજા દિવસે તે આવેલાં સામાનની કીટ બનાવી. તે માટે પોલીસ ખાતામાંથી નિવૃત થયેલાં નાગર સાહેબે તેમના ઘરને એ કીટ તૈયાર કરવાં માટે આપ્યું. જ્યાં આ કીટ તૈયાર થઈ. ત્રીજે દિવસે સવારે છ વાગે એક ટેમ્પોમાં સામાન અને બીજા વાહનમાં ચાલીસ મિત્રો એ ગામો તરફ જવા નીકળી ગયાં. અરે ! પહોચી ગયાં ને વિતરણ શરૂ પણ કરી દીધું. અન્ય ગામોમાં બીજા સ્વયંસેવકો ગયાં.

શું હતું એ લાભાર્થીઓની કીટમાં ? 5 kg ઘઉનોં લોટ - 5 kg ચોખા - 2 kg તુવેર દાળ - 1 kg તેલ - 1 kg ખાંડ - 1 kg પૌઆ - 1 kg કપડાં ધોવાનો પાવડર - 1 નહાવાનો સાબુ - 1 kg મીઠું - 200 ગ્રામ હળદર - 200 ગ્રામ  લાલ મરચું – ઉપરાંત કપડાં, ચારસા, ધાબળો, વાસણો, ચંપલ, બિસ્કીટ પેકેટ, બટાકા કેળાની વેફર , મમરા સેવ વગેરે વસ્તુઓ ત્યાં આપવામાં આવી. બધાના સરકારથી, સાથે મળી ને આ સેવાકાર્યને સફળ બનાવ્યું છે. પૂરગ્રસ્ત પિડીતોનું બધું જ દુઃખ પુરના પાણીની જેમ ઓસરી ગયું.

પૂરગ્રસ્ત  લોકો માટે  મેડિકલ કેમ્પ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં તબીબ તરીકે Dr falguniben shah, નવસારીના Dr. Naseemben vashi  àª…ને તેમના પતિ શ્રીમાન વશીસાહેબ, Dipakbhai M. Bambhaniya એ Dr તરીકે સેવા આપી હતી. મેડિકલ helpમાં બધી જ દવા, મલમ આપી, સારવાર કરી અસરગ્રસ્તોને રાહત આપવામાં મદદ કરી. તો અન્ય NGO માં Karma foundation - Real life yoga - Karva group - Akhil Hind Mahila Parishad, Adajan shakha - Petriot Club of India (PCI) - Project Surat - Helping Hand Foundation - Stuti Residency  Satsang  Mandal - Family Physician Assosiation, Surat અને વડીલો, મિત્રો જેઓ આ સત્કાર્યમાં સહભાગી બન્યાં. કેટલાક દ્વારા  મેડિકલ મદદ આપવામાં આવી હતી. તેમનો પણ  ખૂબ ખૂબ આભાર.

આ આખી ટીમ તમામનો આ માધ્યમથી આભાર માને છે. સાથે સાથે આ સેવકોને સ્વાદિષ્ટ ભોજન અને ચા-નાસ્તો તૈયાર કરી આપવા બદલ ગામના લોકોનો પણ આભાર માને છે.