ધી કીડ – ૧૯૨૧ ની એક એવી ફિલ્મ જેને સો વર્ષ પુરા થયા પણ



ધી કીડ – ૧૯૨૧ ની એક એવી ફિલ્મ જેને સો વર્ષ પુરા થયા પણ .......

Ailesh Shukla – Journalist – SURAT – 9998753239

--------------------------------------

( આ લેખ કોપીરાઇટ્સ હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યો છે. તેથી તેમાં કોઈ ફેરફાર કરવો નહીં કે તેનો અન્ય માધ્યમમાં ઉપયોગ કરવો નહીં. જો આવશ્યક હોય તો પરવાનગી લેવી જરૂરી છે )

www.agradoot.net  àª¨àª¾ સૌજન્યથી

 --------------------------------------

કોરોના મહામારી સન 2020 પછી પણ આગળ વધીને ૨૦૨૧ માં પ્રવેશી તેમાં એક મહાન ફિલ્મ “ધી કીડ” ની શતાબ્દીની ઉજવણીનો પ્રસંગ; સો વર્ષ પુરા થયાનો ઉત્સવ ભુલાઈ જ નહિ ગયો, પરંતુ તેને કોરાણે મૂકી દેવો પડ્યો. બાકી ચાર્લી ચેપ્લીન ની એ મહાન ફિલ્મ વર્ષ 1921 માં પ્રદર્શિત થઈ હતી. જો આ મહામારીનો કાળ આવ્યો ન હોત તો આજે 2021 માં; સમગ્ર વિશ્વમાં તેનો સો વર્ષ પૂર્ણ થયાના સમારોહનો પ્રસંગ બહુ ધામધુમથી ઉજવાતો હોત.

‘ધ કિડ’ એ સન 1921 ની અમેરિકન સાયલન્ટ (મૂંગી) પણ કોમેડી-ડ્રામા ફિલ્મ છે , જેનું નિર્માણ જ નહી પણ ચાર્લી ચેપ્લિન દ્વારા તેનું દિગ્દર્શન પણ કરવામાં આવ્યું હતું. તો તે ફિલ્મમાં મુખ્ય અભિનય પણ તેણે જ કર્યો હતો. દિગ્દર્શક તરીકે ચેપ્લિનની આ પહેલી પૂર્ણ લંબાઈની ફિલ્મ હતી. તે એક બહુ મોટી સફળ ફિલ્મ સાબિત થઇ હતી. તે સમયે; 1921 માં ‘ફોર હોર્સમેન ઓફ એપોકેલિપ્સ’ પછી બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. સને ૨૦૧૧ માં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સની રાષ્ટ્રીય ફિલ્મ લાયબ્રેરીમાં એક "સુસંસ્કૃત, ઐતિહાસિક; સૌંદર્યલક્ષી રીતે અતિ મહત્વપૂર્ણ ફિલ્મ’’ તરીકે ધ કિડની પસંદગી થઈ હતી અને તેને સુરક્ષિત રાખી સ્થાન આપવામાં આવ્યું.

આ ફિલ્મ નું નિર્માણ, દિગ્દર્શન સાથે અભિનય પણ ચાર્લી ચેપ્લીને કર્યો હતો તે આપણે જોયું પણ પછી સંજોગો એવા આવ્યા કે આ ફિલ્મનો સ્ક્રીન પ્લે અને કથાને પણ તેણે જ આખરી ઓપ આપવો પડ્યો. ત્યારબાદ તેમાં સંગીત પણ તેણે જ આપ્યું. છેલ્લે જ્યારે ફિલ્મ એડીટીંગ કરવાનો સમય આવ્યો ત્યારે પણ બધા ખસી જતા એ કામ પણ તેણે જ કરી નાખ્યું. આમ તેની પોતાની ફિલ્મ પ્રોડકશન કંપની ‘ચાર્લ્સ ચેપ્લીન પ્રોડકશન’ ના નેજા હેઠળ તેણે ફિલ્મ તૈયાર કરી તેને લગતું બધું જ કામ પણ તેણે જ કર્યું. તેથી આ ફિલ્મને લગતું A to Z કામ ચાર્લી એ જ કરી નાંખતા ત્યારે એક નવો Record પણ બન્યો.

હવે ફિલ્મ રિલીઝ કરવાનો સમય આવ્યો ત્યારે તે સમયે ઘણી ફિલ્મોની સફળતાપૂર્વક  àª¡àª¿àª¸à«àªŸà«àª°àª¿àª¬à«àª¯à«àªŸàª° કરનારી “ફર્સ્ટ નેશનલ કોર્પોરેશન” સાથે ધી કીડ ફિલ્મ માટે વાટાઘાટ શરૂ કરી પણ કંપનીએ ના પાડી દીધી. કારણ ? સને 1920 માં જ્યારે ફિલ્મનું નિર્માણ પુરૂ થયું પછી ચેપ્લિનની પહેલી પત્ની મિલ્ડ્રેડ હેરિસે છૂટાછેડાનો દાવો માંડ્યો હતો. એ કોર્ટ કાર્યવાહીમાં તેણે ચેપ્લિનની તમામ સંપત્તિને પણ સામેલ કરી દીધી. તેમાં આ ફિલ્મ ધી કીડ પણ ફસાઈ ગઈ. તેથી ડિસ્ટ્રિબ્યુટર કોઈ ઝંઝટમાં પડવા માંગતો નહતો. તેણે ના પાડી પણ ચાર્લી નિરાશ થયો નહી. જો કે ફિલ્મનું એડીટીંગ બાકી હતું અને તે કોર્ટ કેસમાં ફસાયેલી હતી.

ચેપ્લિન અને તેના સાથીઓએ સૌ પ્રથમ તે કામ પતાવવાનું વિચાર્યું. તેઓએ પહેલું કામ એ ફિલ્મની તમામ રો નેગેટીવ પ્રિન્ટની ચોરી કરી. કોફીના ડબ્બાઓ જે બોક્ષમાં ભરે તેમાં ફિલ્મની પ્રિન્ટ મૂકી આજુબાજુ કોફીના ડબ્બા મૂકી તે રો નેગેટીવ પ્રિન્ટ સોલ્ટ લેક સિટી માં આવેલી હોટલ ‘ઉતાહ’ના એક રૂમમાં લઈ જઈ ત્યાં ફિલ્મનું સંપાદન કર્યું. બસ, હવે ફિલ્મ રિલીઝ કરવા માટે તૈયાર હતી. શરૂઆતમાં આખી ફિલ્મ 68 મિનિટની બની હતી. 1921 માં આખી ફિલ્મ $ 2,50,000 માં બની ગઈ. જ્યારે ફિલ્મે અ...ધ...ધ.... $ 54,50,000 નો બિઝનેસ કર્યો હતો. રાતો રાત ચાર્લી ચેપ્લીન લક્ષાધીપતી બની ગયો.

એક પૂરક માહિતી : જ્યારે 4 એપ્રિલ, 1972 ના રોજ ન્યૂ યોર્ક સિટીના ફિલહાર્મોનિક હોલમાં, ચેપ્લિનની હાજરીમાં તેને પચાશ વર્ષ પુરા થયાની ઉજવણી પ્રસંગે પુન: રિલીઝ કરી ત્યારે તે ફિલ્મમાં તેણે થોડી કાપકૂપ કરી 53 મિનિટની બનાવી દીધી હતી. કુલ પંદર મિનિટના સીન તેણે ‘ધ કિડ’ માંથી દુર કર્યા હતાં. તેમાં ચેપ્લિને આધુનિક પ્રેક્ષકો માટે જે ભાવનાત્મક અને કરુણ દ્રશ્યો હતા તેને દૂર કરી દીધા હતા. વળી ફિલ્મ માટે એક નવું મ્યુઝિક પણ તૈયાર કરી રેકોર્ડ કર્યું. જે તેમાં ઉમેરી ધ કિડના આ ફરીથી સંપાદિત ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર યોજ્યું હતું.

ધ કીડ મૂવીમાં જે પાંચ વર્ષનો મુખ્ય બાળ કલાકાર છે તે જેકી કુગન છે. તે પણ સંપૂર્ણ ફિલ્મમાં પ્રથમ બાળ કલાકાર તરીકે ચમકેલો પ્રથમ કલાકાર હતો. ચાર્લીએ આટલા નાના બાળકને ફિલ્મમાં દર્શાવવામાં આવેલા બાળક અને પિતાના સંબંધની ઉંડાઈ વિષે જે સમજાવ્યું તે તરત જ સમજી ગયો હતો. એટલે તેણે પણ બાળક તરીકેના અભિનયમાં જાન રેડી દીધો હતો.  àªµàª¾àª¤ એમ હતી કે પ્રોડક્શન શરૂ થયાના દસ દિવસ પહેલાં જ ચેપ્લિનના પ્રથમ જન્મેલા પુત્રનું મૃત્યુ થયું હતું. તેથી ચેપ્લીનની લાગણીઓ આ ફિલ્મ સાથે જોડાયેલી હતી. તો કુગનને પણ તેના બાળ માનસમાં આ વાત સમજાઈ ગઈ હતી. આમ એક મહાન ફિલ્મે આકાર લીધો.

ન્યુ યોર્ક સિટીના કાર્નેગી હોલમાં 21 મી જાન્યુઆરી, 1921 ના ​​રોજ મોશન પિક્ચર્સ તરફથી રાષ્ટ્રીય મંડળના ચિલ્ડ્રન્સ ફંડના લાભાર્થે કિડનો પ્રીમિયર યોજાયો હતો. ત્યારબાદ 6 ફેબ્રુઆરી 1921 ના રોજ દુનિયાભરમાં તે પ્રદર્શિત થઈ હતી. ધ કિડની રજૂઆત પછી ફિલ્મ વિવેચકો દ્વારા પણ વખાણ કરવામાં આવ્યા હતા.

તો થિયેટર મેગેઝિનના સમીક્ષાકર્તાઓએ બહુ જ ઉત્સાહભેર તે ફિલ્મના ભરપેટ વખાણ લખ્યા. "ચેપ્લિનની આ નવી ફિલ્મ, ધ કિડ, ચોક્કસપણે રમૂજથી આગળ નીકળી ગઈ છે અને ચેપ્લિનની જે વિશેષ પેટર્ન; ફિલ્મ બનાવવાનું કાયમી માળખું; હાસ્ય અને બસ હાસ્ય; તેના કરતાં પણ  આ લોકપ્રિય ફિલ્મ સ્ટાર દ્વારા જે કંઇપણ નિર્માણ પામ્યું છે તેમાં હાસ્ય સાથે એટલા જ પ્રમાણમાં  àª†àª‚સુઓ પણ છે. આ ફિલ્મ સાબિત કરે છે કે ચેપ્લિન જેટલો હાસ્ય કલાકાર છે તેટલો જ ઉત્તમ શોકાન્તિક ફિલ્મનો કર્તા અને અભિનેતા પણ છે. તેટલું જ નહી; કિડને એક માસ્ટરપીસ ફિલ્મ તરીકે ગણી શકાય."

જાન્યુઆરી 2021 માં પણ આ કોરોનાકાળ વચ્ચે એક સર્વેક્ષણ કરવામાં આવેલું. જેમાં કિડને જુદા જુદા 44 સમીક્ષકો દ્વારા ગુણાંક આપવામાં આવ્યા. જેમાં ધ કિડે દુર્લભ ગણાય એવાં 100% સંપૂર્ણ રેટિંગ મેળવ્યું છે. જેને સરેરાશ 10 માંથી 8.6 ટકા ગણવામાં આવે છે. તો ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર 8.3 ટકા વપરાશકર્તાઓએ આ ફિલ્મને સર્ચ કરી એક થી 100 માં સ્થાનમાં રહેતી ફિલ્મોની યાદીમાં તે આપોઆપ આવી ગઈ છે. ઈન્ટરનેટ માં જે ટોચના 250 ટાઈટલ અગ્ર ક્રમે છે તે સૂચિમાં સૌથી જૂનું ટાઈટલ ‘ધ કિડ’ છે.