સાવ ઢબ્બુ નો “ઢ” છે - આખી બારાખડીમાંથી તેમાં “ઢ” જ કેમ ?



સાવ ઢબ્બુ નો “ઢ” છે - આખી બારાખડીમાંથી તેમાં “ઢ” જ કેમ ?

ઐલેશ શુકલ... સુરત – 9998753239  ( Journalist)

_________________________

( આ લેખ કોપીરાઇટ્સ હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યો છે. તેથી તેમાં કોઈ ફેરફાર કરવો નહીં કે તેનો અન્ય માધ્યમમાં ઉપયોગ કરવો નહીં. જો આવશ્યક હોય તો પરવાનગી લેવી જરૂરી છે )

www.agradoot.net ના સૌજન્યથી

https://m.facebook.com/story.php?story_fbid=4554468281247192&id=100000521942995

__________________________

આપણા માં એક કહેવત છે, “સાવ ઢબ્બુ નો ઢ છે” .. આખી ગુજરાતી બારાખડી માં આજ અક્ષર એ કહેવત માટે કેમ પસંદ કર્યો એ વિચાર સહેજે થાય. એ માટે ગુજરાતી સાક્ષરોની પીઠ થાબડવી પડે કે એ કહેવત માટે એકદમ તર્કબદ્ધ અને બંધબેસતો અક્ષર પસંદ કર્યો કે શોધી કાઢ્યો.

જુના જમાનામાં લહિયાઓ પુસ્તક લખતી વખતે સહેજ ઊઠવું હોય અથવા લખવાનું તે દિવસ માટે કે અમુક સમય માટે મુલતવી રાખવું હોય કે બંઘ કરવું હોય અને ત્યારે જો તેમના અંતિમ લખાણમા આ અક્ષર 'ઢ' આવતો હોય તો આ અક્ષર ઉપર તેઓ અટકતા નહી, કારણ કે તેઓ માનતા કે, “ઢ હોય તો આપણે ઢળી પડીયે.* અથવા *આપણે ઢબ્બુના ઢ થઈ જઈએ”

આ "ઢ" નો પણ રોમાંચક ઇતિહાસ અને જાણવા જેવી માહિતી છે.

આપણો “ઢ” તે ત્રીજા સૈકાની પાલીના ‘ઢ’ ને મળતો આવે છે. તે લિપિમાંનો ‘ઢ’ આજે છે તેવો ‘ઢ’ છે. પહેલી પાલી લિપિનો ‘ઢ’ પણ દેવનાગરીના ‘ઢ’ ને મળતો આવે છે. બ્રાહ્મી લિપિ ઇસવીસન પૂર્વે પહેલી સદીના સમયમાં પ્રચલિત થઈ એવું માનવામાં આવે છે. તેમાં પણ “ઢ” આવો જ છે.

આ તમામ લિપિના બધા મૂળાક્ષરો એટલા બધા બદલાઈ ગયા કે આજે ઓળખવા મુશ્કેલ પડે . પણ તે બધામાં ‘ઢ’ હજુ એવો ને એવો જ છે. સમ્રાટ અશોકના શિલાલેખો માં પણ જોવામાં આવે તો એ લખાણ ઉકેલવુ મુશ્કેલ થઈ જાય પરંતુ તેમાં ‘ઢ’ તમે તરત જ ઓળખી કાઢો. અર્થાત ‘ઢ’ હજુ એવો ને એવો છે. No Change ...

આમ જે ભણીગણી શકે નહિ અને જેને કંઈ આવડતું ન હોય એવો માણસ; જે પછી કાયમ ઠોઠ ; બૂચટ; જડસું રહે અને પોતાની જાતને બદલે નહિ તેને “ઢબ્બુ નો ઢ” કહેવામાં આવે છે. No Change in Person ... Not Changeable .... જે પરિવર્તનશીલ નથી તેને માટે સાક્ષરોએ આ સંપૂર્ણતઃ અક્ષરને બહુ ખૂબીપૂર્વક પસંદ કરી કહેવત રચી છે.

જરૂર તે વક્રોક્તિથી એમ કહેવાય છે. પણ એ અક્ષર એકદમ પરફેક્ટ છે. આમ “ઢ” અમર થઈ ગયો.

( તસવીર જુઓ :: બ્રાહ્મી લિપિ માં બારાખડી અને જૂનાગઢ ખાતેના શિલાલેખ નો close up )

--------------------------------------

( આ લેખ કોપીરાઇટ્સ હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યો છે. તેથી તેમાં કોઈ ફેરફાર કરવો નહીં કે તેનો અન્ય માધ્યમ માં ઉપયોગ કરવો નહીં. જો જરૂરી હોય તો પરવાનગી લેવી જરૂરી છે )

www.agradoot.net ના સૌજન્યથી

https://m.facebook.com/story.php?story_fbid=4554468281247192&id=100000521942995

--------------------------------------