મહેબૂબ ખાન જેવા આવી ખામી રહેવા દે ? હા મધર ઇન્ડિયા માં ભૂલ થઈ ને ચલાવી પણ લીધીમહેબૂબ ખાન જેવા આવી ખામી રહેવા દે ? હા .. મધર ઇન્ડિયા માં ભૂલ થઈ ને ચલાવી પણ લીધી ..

Story by Ramesh Badheka, Ahmedabad

૧૯૫૭ માં રિલીઝ થયેલી અને ફિલ્મ ફેર એવોર્ડ્સ વિનર ફિલ્મ 'મધર ઈન્ડિયા' ની એક ગંભીર ભૂલ તરફ ભાગ્યે જ કોઇ નુ ધ્યાન ગયું છે. વિખ્યાત મહેબૂબ ખાન દ્વારા નિર્મિત-દિગ્દર્શીત ફિલ્મમાં સંગીત નૌશાદ નું હતુ. મહેબૂબ સાહેબ આ ફિલ્મ નુ અમર ગીત 'દુ:ખ ભરે દિન બિતે રે ભૈયા' ના ફિલ્મમાંકન ના રશીશ બતાવવા નૌશાદ પાસે ગયા. રશીશ જોઈ ને નૌશાદે કહ્યુ,  "મહેબૂબ સાહબ, યે ક્યા ગરબડ કર દીયા ? "

આગળ વધતાં પહેલાં એ સમજી લઇએ કે આ કોરસ ગીત ચાર દિગ્ગજ ગાયકો એ ગાયુ હતુ. જેમાં મન્નાડે એ રાજકુમાર માટે, આશાજી ભોંસલે એ નરગીસ માટે, મો. રફી સાહેબે રાજેન્દ્ર કુમાર માટે અને શમશાદજી એ કુમકુમ માટે અવાજ આપ્યો હતો.

હવે આવો કોઈ ફરક કર્યા વગર અમુક એક પછી એક લાઇન એક જ પાત્ર પર ફિલ્માવવામાં આવી. વાસ્તવમાં દરેક અભિનેતા કે અભિનેત્રી માટે ગવાયેલી પંક્તિ તે જ કલાકાર ઉપર શૂટ કરવાની હતી. જે મહેબુબ સાહેબ દ્વારા નહી કરવામાં આવ્યું. તેમને ખ્યાલ જ નહી રહ્યો. નૌશાદે કહ્યુ, “આટલા દિગ્ગજ દિગ્દર્શક આવી ભૂલ કરે તો ના ચાલી શકે.” ત્યારે મહેબૂબ સાહેબે કહ્યું, “આ ગીત ના ફિલ્માંકનમાં મે ખૂબ ખર્ચો કર્યો છે અને આ ગીત એટલું પાવરફુલ છે કે કોઈ નોટિસ નહીં કરી શકે.”

નૌશાદ સાહેબે “ઠીક હૈ ચલને દો” કહી કમને એ ભૂલ ચલાવી લીધી. અને ખરેખર ભાગ્યેજ કોઈનું તે તરફ ધ્યાન ગયુ હશે. તમે પણ આ ગીત માણો ને નકકી કરો. આ ગીતમાં તે પંક્તિ  ૧.૪૦ અને ૩.૩૦ મિનિટમાં આવે છે. આમ તો વારંવાર આ ભૂલ થઈ છે પણ ધ્યાનમાં નથી આવતી. આપણે તો 62 – 63 વર્ષે એ ભૂલ જોઇને આશ્ચર્ય પામીએ !

ગીત જોવા :: આ link ઉપર ક્લિક કરો ..... https://www.youtube.com/watch?v=SmPzpWQ5v_E

રમેશ બધેકા.