ગુજરાતી સાહિત્ય પરિષદની 2023 ની ચુંટણીમાં મેં; ઐલેશ શુકલ; એ પણ ઉમેદવારી નોધાવી છે.



ગુજરાતી સાહિત્ય પરિષદની 2023 ની ચુંટણીમાં મેં; ઐલેશ શુકલ; એ પણ ઉમેદવારી નોધાવી છે.

118 વર્ષ જૂની સંસ્થા; સન 1905 થી કાર્યરત એવી ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિ ચુંટણી યોજાઈ રહી છે. જે સન 2024 થી 2026 સુધીના ત્રણ વર્ષ માટે છે. એ ચુંટણીમાં ગુજરાતના ઘણાં ખ્યાતનામ લેખકો, પત્રકારો અને સાથી-સંગાથી મિત્રોના આગ્રહને કારણે મેં પણ મારી ઉમેદવારી નોધાવી છે.

તે માટેના મતપત્રકમાં મારો ક્રમાંક નંબર 5 (પાંચ) છે. આપશ્રી મતદાતાઓને નમ્ર અપીલ છે કે આપનો કિમતી મત મને આપી-અપાવી મને વિજયી બનાવવામાં આપનો સિંહફાળો આપશો એવી નમ્ર અરજ છે.

મારો Biodata એક A 4 Size ના Page પર આવી જાય એટલો જ છે. કારણ; મેં વફાદારીપૂર્વક આગળ પડતાં મેગેઝીન, સમાચારપત્રો અને Tv ચેનલ માં સતત લાંબો સમય કામ કર્યું છે. બહુ કૂદકા માર્યા નથી. તે ઉપરાંત બાકીના સમયમાં મેં પુસ્તકો લખી; તેને પ્રકાશિત કરવાનું કામ કર્યું છે. તે કારણે 8 (આઠ) પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. એ બાબતમાં લોકડાઉન અને કોરોના મને ફળ્યા છે.

હજુ પણ લખવાં - વાંચવાનું ચાલુ જ છે. સન 2013 થી મારું Web Magazine www.agradoot.net પણ કાર્યરત છે. કહેવાય છે ને કે, "Profession dies with the Person" તેમાં લેખકો, પત્રકારો, કવિઓ પણ આવી જાય. તેમ સન 1988 થી શરુ કરેલી સરસ્વતીની ઉપાસના હજુ પણ ગતિમાં જ છે.

આ તબક્કે આટલું પુરતું છે. અન્ય વાતો ક્યારેક કરીશું. છતાં વધુ જાણવું હોય તો www.agradoot.net અથવા https://ailesh.wordpress.com/ ની મારી Personal WebSite ની મુલાકાત અચૂક લઇ શકો છો.

આજે ફક્ત એટલું જ કહેવાનું કે તમારો કિમતી મત મને આપી આભારી કરશો. એજ અભ્યર્થના ... અટકું છું. આભાર અને મળતાં રહીએ.

આપનો ~ ઐલેશ શુકલ - સુરત.